1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Latest news of Gujarat

અહીં મળશે ઈન્ટરનેશનલ ફેસ્ટિવલની થીમ જેવો માહોલ, ડી.જે. કબીરની થર્ટી ફર્સ્ટ ડાન્સ પાર્ટી યોજાશે

ફેસ્ટિવલની થીમ
ડી.જે. કબીર જે પહેલાથી જ યુથ સેન્ટ્રીક થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન કરતા આવ્યા છે. તેમની પાર્ટીમાં હંમેશા કંઈક નવી જ થીમ જોવા મળતી હોય છે.
 
 ફેસ્ટિવલની થીમ પર ડી.જે. કબીરની ડાન્સ પાર્ટી યોજાશે ત્યારે આ વખતની થર્ટી ફર્સ્ટ કનેક્શન ડાન્સ પાર્ટીની થીમ પણ ઈન્ટરનેશનલ ડાન્સ પાર્ટી આધારીત રહેશે. જેના માટે ડી.જે. કબીરે સ્પેશિયલ ગોવામાં રહીને એક વર્ષનો કોર્સ પણ કર્યો છે જેનો લ્હાવો અમદાવાદીઓને આ વખતે પણ મળશે. ડી.જે. કબીરની થર્ટી ફર્સ્ટ પાર્ટી મોતી બાગ સિંધુ ભવન, એસ.જી. હાઈવે અમદાવાદ ખાતે સાંજે 7 કલાકથી યોજાશે. જેમાં 8 હજારથી વધારે ક્રાઉડ જોવા મળશે.
 
આ અંગે વધુમાં જણાવતા ડી.જે. કબીરે કહ્યું કે, અમદાવાદીઓનો મૂળ બની જાય તે રીતે સરપ્રાઈઝ ક્રાઉડ ટ્રોલ સોન્ગની થીમ પર પ્રીપેર કરાયા છે. જેમાં અમદાવાદીઓને થીરકવા પર મજબુર કરી દેતું મ્યુઝિક આપવામાં આવ્યું છે. ખાસ કરીને ટીકટોકમાં જે લોકો સ્ટાર છે તેમના માટે એક સ્ટેજ બનાવ્યું છે જ્યાં તેઓ ઉભા રહી થર્ટી ફર્સ્ટ પાર્ટીને એન્જોય કરી શકશે. લાખો લોકો જેમના ફોલોવર છે તેઓ અહીં તેમની વચ્ચે ડાન્સ કરશે. સ્નેહા બાવિસી, અયાન સર,  મૌલિક પરમાર, સાલું સુથાર, માનસી મહેતા, નદીમ વઢવાણી જેવા ટીકટોક સ્ટાર સામેલ રહેશે.
આગળનો લેખ
CAA-NRC : 'નાગરિકતા કાયદાનો વિરોધ સદંતર અવાસ્તવિક છે'